Shri Lala Bapa Sant Gatha (પ. પુ. સંત શ્રી લાલાબાપાની સંતગાથા)

પ. પુ. સંત શ્રી લાલાબાપાની સંતગાથા

=====================================================================================

(ચરણ -૧)

આજથી આશરે ૧૩૭ વર્ષ પૂર્વ વર્ણ વ્યવસ્થા જ્યારે મજબૂત હતી, વાડા બંધી એ માઝા મૂકી હતી,અસ્પૃસ્યતા ચરમ સીમાએ હતી, મોચીના ઘરનું પાણી પીવામાં પણ લોકો નાનપ અનુભવતા તે સમયે કદાચ પરમકૃપાળુ પરમાત્માને એમ થયું હશે કે લાવ આ જ્ઞાતિ નો ઉદ્ધાર કરું કદાચ કાલીયા ઠાકરને જન્મ ધારણ કરવાનું મન થયું હશે તે દી બાપ રાજકોટ થી ગોંડલ જતા રિબડાની બાજુમાં આવેલ પંખીના માળા જેવા નાનકડા રીબ ગામમાં નારણબાપા ને મોતીબા ને ઘરે શ્રી લાલ નો જન્મ થયો હશે.

છઠ્ઠી એ ફોઈ સાકર નામકરણ કરવા આવ્યા તેઓ સાધ્વી હતા તેમણે કીધું " ભાઈ નારણ, હું નામ તો પાડું પણ જો તારો દીકરો સાધુ થાય તો? " નારણબાપા બોલ્યા " સાધુ થાય તો તું લઈ જજે " પણ સૌને ક્યાં ખબર હતી એ સાધુ નહીં પણ સંત થઇ આખા સમાજમાં પુંજાશે એ જમાનામાં બાલ સ્વરૂપે શ્રી લાલે એક વાર નહીં પણ અનેક વાર મોતીબા ના બહેનપણી બ્રાહ્મણ પાર્વતીબેન વ્યાસની કુખે ધાવણ ધાવ્યાં હતા.

ત્યારેજ ખબર પડી જવી જોઈતી હતી કે આ કોઈ અવતારી ઓલિયો છે.

==================================================================================

(ચરણ - ૨)

શ્રી લાલનો જન્મ થયો નામાંકરણ થયું.ધીમે ધીમે મોટા થાય.

બાળપણમાં મોઇદાંડીયા રમવાની ઉંમરે તેઓ ગારાના ઠાકર કરી હથેળીની આરતી કરી દળિયાનો પ્રસાદ કરવો આવી રમત રમતા.

રામજી મંદિરે જવું,વડીલો પાસે ધર્મની વાતો સાંભળવી વિગેરે ગામમાં સાધુ સંતો પધારે તેમની વાણી સાંભળતા એમાં એક દિવશ એક સિદ્ધ મહાત્મા આવ્યા શ્રી લાલને મળ્યા એ વિભૂતિએ શ્રી લાલને કહ્યું " તુમ્હારા મન જિસ રાસ્તે પે જા રહા હે ઉસકો વહી જાને દો તુમ્હારે લિએ વોહી રાસ્તા સચ્ચા હે જિસ રાસ્તે પર તુમ્હારા મન તુમ્હે ખીન્ચ રહા હે.ઓર સમય આને પર તુમકો સાકાર ભક્તિકા રહસ્ય બતાનેવાલા ગુરુ અવશ્ય મિલેગા.

અભી સત્સંગ મેં ચિત લગાકે અપને જીવનમેં પ્રભુ ભક્તિકી જ્યોત જલાવ " ભાઈયો જે સંત લાલાબાપા રૂપી વટવૃક્ષ ની છાયા માં સૌ છીએ કદાચ તેનું આ બીજ રોપાયું હશે જે ફુલયુ ફાલ્યુ.

==================================================================================

(ચરણ - ૩)

શ્રીલાલનું બાળપણ વીત્યું ધીમે ધીમે કિશોરા વસ્થામાંથી યુવાન થયા રીબ ગામમાં જયારે પણ ભજનકીર્તન હોય શ્રલાલની હાજરી અચૂક હોય ભક્તિભાવ વધતો ગયો.

સંસારરૂપી ભવસાગર ને તરીને પેલે પાર હેમખેમ પહોંચવું હોય તો માત્ર રામનામના રખવાળા જોઈએ માન્યતા દ્રઢ મનમાં બેસી ગઈ.

પિતા નારણબાપાને થયું કે હવે લાલને પરણાવી દેવા જોઈએ તેમણે ધર્મપત્ની મોતીબા તથા મોટા દીકરા શામજીભાઈ સાથે વિચાર વિમર્શ કરી શ્રીલાલને પરણાવવા નો નિર્ણય લીધો ઘરમાં ખુશી પણ શ્રીલાલ ઉદાસ રહેતા તેઓને બંધનમાં બંધાવું ન હતું ત્યારે મેં પ્રથમ ચરણ માં જણાવ્યું તે પાર્વતીબેન વ્યાસે શ્રીલાલને સમજાવ્યા કે લાલ ભક્તિ તો સંસારમાં રહીને પણ થાય નરસિંહ મહેતા જેવાના દાખલા દીધા ને શ્રીલાલને લગ્ન માટે રાજી કર્યા.

રિબની બાજુમાં આવેલ મેંગણી ગામે લાડુબાઈ હારે શ્રીલાલના લગ્ન લેવાયા. હવે થઇ શ્રીલાલના દામ્પત્ય જીવનની શરૂઆત

==================================================================================

(ચરણ - ૪)

શ્રીલાલના લગ્ન થયા દામ્પત્ય જીવનની શરૂઆત પણ

ભજનમાં કીધું છેને

અનેક વિઘનો આવે જોને આ ભક્તિનો એવો માર્ગ વહમો

સતી તોરલે તો ત્યાં સુધી કીધું ભક્તિ ખાંડા કેરી ધાર કંઈક ભાગ્ય માં મનડાણ હશે અથવા આશરાના અતિ દોહ્યલા ધર્મને લીધે કે પછી કોઈ અન્ય કારણથી શ્રી લાલજીવન જ્યોત પુસ્તક ના ૨૪ માં પાન પર ઉલ્લેખ છે કે ઘણું નિભાવવા છતાં લાડુબાઈ એ સાસરનો ત્યાગ કર્યો

શરૂઆત થઇ શ્રીલાલના જીવનની કશોટી ની જ્ઞાનીઓ કહે છે ભૂખે મારું ભોંય સુવડાવું,તનની કાઢું ખાલ એટલું કરતા ના ડગે ,તેને કરું ન્યાલ. કદાચ શ્રીલાલની પરીક્ષા હશે હવે જીવનની સાંસારિક ઉપાધિઓ જવાબદારીઓ શરૂઆત થઇ હશે.

શ્રીલાલ ચડ્યા કાશોટી ની એરણે

=====================================================================================

(ચરણ - ૫)

શ્રીલાલના પત્ની લાડુબાઈએ સાસરવાસ નો ત્યાગ કર્યો જાણે સાંસારિક તકલીફોની શરૂઆત થઇ જેનો જન્મ તેનું મૃત્યુ નક્કીજ છે.વૃદ્ધાવસ્થા કૈક બીમારી કે પછી સમય પાકી ગયો શ્રીલાલના પિતાશ્રી નારણબાપાનો દેહ છૂટી ગયો.

નિર્વાણ પામ્યા.જીવ શિવની ગતિ કરી ગયો.

કહ્યું છે ને કર ખીમરા મોટી ખોટ માણહ માત્ર ને મરણની બીજી લાખ કરોડ પણ મરણ સ્મોવડ એકેય નહીં સો વર્ષેય કાળ પડે એને કાળ જ કેવાય પિતાનું છત્ર ઉડી જતા શ્રીલાલને જાણે આભ ફાટ્યું એમ લાગ્યું તેમને વડીલનું અવશાન જોવાનું આ પહેલું દુર્ભાગ્ય હતું.

અંતિમક્રિયા માટે સ્મશાન જવાની ઉતાવળ નશ્વર દેહને અગ્નિની ભડભડતી ચિતામાં બળતો જોયો હાડ જલે જેમ લાકડા,બાલ જલે જેમ ઘાન્સ કંચન વરણી કાયા જલશે કોઈના આવે પાસ શ્રીલાલનો વૈરાગ્ય તીવ્ર બન્યો

=====================================================================================

(ચરણ - ૬)

શ્રીલાલના પિતાજી સ્વર્ગે સિધાવ્યાં.ઘરનો મોભ નમી ગયો.શ્રીલાલ સહિત કુટુંબ પર ભારણ વધી ગયું.

કહેવાય છે સમય જતા દુઃખ વિસરાય પણ સમયજ સારો ન હોય તો પડછાયો પણ સાથ નથી આપતો જાણે ક્શોટી ની એરણ પર હોય પિતાશ્રી નારણબાપા ના સ્વર્ગવાસ પછી ટૂંકા સમયમાં નાનાભાઈ નાનજીભાઈ પણ પરલોકવાસી થયા.

આ ઘટનાએ શ્રીલાલની વૈરાગ્ય વૃત્તિને સાધુ વૃત્તિ ઉશ્કેરી. ધંધાર્થે સ્થળાંતર ગામડામાંથી નગરમાં નગરમાંથી મહાનગરમાં થતુંજ આવ્યું છે કપરાકાળ જેવા વર્ષોમાં રીબ જેવા નાનાં ગામમાં આજીવિકા ચાલે તેમ ન હોવાથી શ્રીલાલના મોટાભાઈ શામજીભાઈ ધંધાર્થે નજીકના ગોંડલ ગામે પ્રયાણ કર્યું.

વ્હેવારનું બધું કાર્ય શ્રીલાલ ઉપર આવી પડ્યું.

=====================================================================================

(ચરણ - ૭)

શ્રી લાલે મોટાભાઈ શામજીભાઈના ગોંડલ ગયા બાદ જીવન નિર્વાહની દોરી સંભાળી.

સવન્ત ૧૯૫૬નું વર્ષ વર્ષા વિહોણું રહ્યું.

પાણી તો જીવનનો આધાર કાળવર્ષ જાહેર થયું અને કાળતો જેણે જોયો હોય તેને ખબર પડે અને તે પણ તે જમાનામાં જ્યારે આધુનિક સગવડતાઓ નો અત્યન્ત અભાવ હતો.

કહેવાય છે કે માનવતા મુકાઈ ગઈ.ઘણા ભૂખમરા થી મોતને ભેટ્યા.

આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહ મરમ શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ લોકો મુઠ્ઠીભર અન્ન મેળવવા વતનનો ત્યાગ કરવા માંડ્યા રિબ જેવા નાના ગામમાં આજીવિકા રળવી અઘરી થઇ પડી શ્રીલાલ ને પણ વતન છોડવાની વેળા આવી.

સારુયે જીવન રિબમાં વિતાવનાર વૃદ્ધ માતા મોતીબાઈને અસહ્ય દુઃખ થયું પરંતુ કુદરત આગળ કોનું ચાલે ?

માનવ જાણે હું કરું કરતલ દુજો કોઈ.અણધારી આવી પડે હરિ કરે સો હોય છેવટે શ્રીલાલે રિબ છોડી ગોંડલ પ્રયાણ કર્યું

=====================================================================================

(ચરણ - ૮)

શ્રીલાલ રિબથી ધંધાર્થે ગોંડલ આવ્યા.

નવું ગામ ધંધો સ્થાપવો વિકસાવવો સામે છપાનિયો કાળ.

કાળ તો ગયો પણ શ્રીલાલનો કાળ વેદનાવન્ત રહ્યો.માંડ કઇ સાંસારિક દોર બંધાઈ ત્યાં સવન્ત ૧૯૫૮ મરકીના રોગે દેખાવ દીધા કુદરત નો કોપ એક એક કુટુંબમાં એકજ દિવશે ત્રણ ચાર મોત થવા સામાન્ય થઇ ગયું અને એમાં શ્રીલાલના માતૃશ્રી મોતીબાઈ કાળધર્મ પામ્યા. કાળની થપાટ જ્યારે વાગે ત્યારે બેઉ બાજુ વાગે માત્ર માતૃશ્રી ગયા એમ નહીં પણ વ્હાલ સોયા એકના એક બેન ( વાંકાનેર ) સાસરે સ્વર્ગવાસી થયા.

વિપત પડે ન વલખીએ વલખીએ વિપત ન જાય હવે ધીરજ રાખી સમય કાઢવા શિવાય કોઈ આરો ન હતો શ્રીલાલ સાથે રહ્યા તો માત્ર નાનાભાઈ પ્રાગજીભાઈ સમય પણ જાણે શ્રીલાલની ચરમ સીમાએ કશોટી કરવા બેઠો હોય તેમ થોડાજ ગાળામાં તેમના ભાઈ પ્રાગજીભાઈનો પણ સ્વર્ગવાસ થયો

માત્ર બે ત્રણ વર્ષના ગાળામાં આનંદ કિલ્લોલ કરતા કુટુંબમાં જેમ વીજળી પડે ને ધરતીના પેટાળ ચીરી નાખે તેમ શ્રીલાલની સ્થિતિ થઇ મોટાભાઈ શામજીભાઈ તો પહેલેથીજ જુદા હતા.

રહ્યા વૈરાગ્ય મૂર્તિ સમા એક માત્ર લાલ.

====================================================================================

(ચરણ - ૯)

શ્રીલાલે સ્વજનો ગુમાવ્યા આઘાત હોય પણ સાંસારિક જીવન એકલા પર આવી જતા મન પરોવાઈ જતું.

શ્રીલાલે રિબમાં કથાકારો પાસેથી સાંભળ્યું હતું કે " સન્યાસ માર્ગ કરતા ભક્તિમાર્ગ મહાન છે "

તેઓના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે સન્યાસમાર્ગમાં સિદ્ધિ છે મોક્ષ કે મુક્તિ નથી તો સન્યાસ માર્ગમાં સિદ્ધિ મેળવવા કરતા જનસેવા કરી પ્રભુ ભજન કરવું.

શ્રીલાલે આશરા ધર્મમાં જીવન વ્યતીત કરવાનો નિર્ણય લીધો.નાની દુકાનથી ધંધાની સરૂઆત કરી.

ધંધામાં બરકત દેખાતી રોજેરોજ પેટ પૂરતું રાખી બાકીનું દાન કરી ધન્યતા અનુભવતા.

" કબીરા ઇતના દીજીએ, જીસમે આપ સમાય આપહું ભુખા ન રહે,સાધુ ન ભુખા જાય."

ધીમે ધીમે પ્રભુ સ્મરણ,સત્સંગ,સંતસેવા,અન્નદાન કરી આશરાનો ધરમ ચલાવ્યો.

" દેવે દીધો રૂડો રોટલો રે, કોઈને ખવરાવીને ખાવ રામે દીધો રૂડો રોટલો,કોઈને દઈ ને રાજી થાવ રે "

હવે શ્રીલાલને ગુરુદિક્ષા ની લગની લાગી

=====================================================================================

(ચરણ - ૧૦)

શ્રીલાલને ગુરુદિક્ષા લેવાની લગની લાગી.

ગુરુબીન જ્ઞાન ન ઉપજે,ગુરુ બિન મિટે ન ભેદ

બિન ગુરુ સંસય ન તળે,જય જય જય ગુરુદેવ.

ગુરુદેવ જો ન હોય તો ભજનબળ જોઈએ તેટલું વધી સકતું નથી.

" નુગરા નર સો અભાગીયા હો જી રે "

આ ભજન શ્રીલાલે અનેક વાર સાંભળ્યું હતું.

આવી અનેક ગુરુમુખ વાણી સાંભળી ગુરુધારણ કરવા નક્કી કર્યું .

તેમના હ્રદયમાં એક સદ્ગુરુ વસી ગયા.

ગોંડલ મોચી મન્દીરના સુરસ્યામ ભગવા ધારી શ્રી વાલદાસબાપુ એક અષાઢીબીજે શ્રીલાલે બાપુ પાસે ગુરુદિક્ષા માંગી.

વાલદાસ બાપુ એ ઉપદેશ આપ્યો દાન,દયા ને દીનતા હ્રદયમાં ધરજે, સત્યનું સદાય પાલન કરજે

શ્રીલાલે ગુરુ આજ્ઞાનું પાલન કરતા સંત,સાધુ માટે પોતાના દ્વાર ખુલ્લા મુક્યા.રોજ સાંજે કીડીયારું પુરવું, અને નદીના માછલાં ને ખવડાવવાની ટેલ શરુ કરી.

આપણા સમાજના લોકકવિ શ્રી વિઠ્ઠલદાસ વાઘેલા ની રચના છે

પરથમ ગુરુરે વાલદાસ મળિયા

મોહ માયાના બંધન ગળીયા.

=====================================================================================

(ચરણ - ૧૧)

શ્રી ગુરુદેવની આજ્ઞા અનુસાર શ્રીલાલે આશરાધર્મ ચાલુ કર્યો.નાની સરખી પુંજા ઝૂંપડીમાં પધરાવી ત્યાં સંતોનો આશ્રય બનાવ્યો. શ્રીલાલની મઢુલી પાવન થવા લાગી દિવસે દિવસે સત્સંગ ભક્તિરસ વધવા લાગ્યો એવામાં એક દિવસ એક સિદ્ધ યોગીરાજ તપસ્વી સંપૂર્ણ યોગસિદ્ધિએ પહોંચેલા શ્રી સૃનગાર પુરીજી જેઓ આબુનાથ થી ઓળખાતા હતા તે ગોંડલની સ્મશાન ભૂમિમાં આવ્યા અન્યો સાથે શ્રીલાલ પણ ગયા.શ્રીલાલને યોગસિદ્ધિ મેળવવા કહ્યું.એક સાવ સૂકાભટ્ટ પીપળાના સોટાને જળ છાંટી લીલોછમ બનાવ્યો જમીનમાં રોપતા અમુકભાગે અંકુર ફૂટવા લાગ્યા " દેખો લાલા યે યોગ કી સિદ્ધિ હે " યોગીઓ સિદ્ધ ઔર અમર હો ચુકે હે. ચમત્કાર નજરે જોયા પછી પણ શ્રીલાલ ને સિદ્ધિ નહીં પણ આશરા ધર્મજ પાળવો હતો. " લાલા તુમ્હારી સાકાર ભક્તિ દેખ કર મુઝે બહોત ખુશી હુઈ તુમ સચ્ચે પ્રભુભક્ત બને રહોગે તુમ્હારી લાલી જગતમે અચ્છી હોગી " મેરે વચન યાદ રખના યહાઁ એક ગિરનારી અલેખ યોગી આનેવાલા હે ઉનકી કૃપા સે તુમ ચાર યુગોકે સંતોકે દર્શન પાનેવાંલે હો દેખો ઉસકો છોડના મત " યોગી ગયા ત્યારે શ્રીલાલના અંતરમાં મહાન સિદ્ધ મહાત્માએ ગુરુદેવ તરીકે નું સ્થાન લીધું ભજનમાં ગવાયું બીજા આબુરે નાથ દીધો ભક્તિમાં સાથ =====================================================================================

(ચરણ - ૧૨)

શ્રી સૃનગારપુરી ( આબુનાથ ) વિદાય લીધી

શ્રીલાલની ભક્તિ રૂપી જ્યોતમાં માનો દિવેલ સીંચીને ગયા.

આશરા ધર્મ ખુબ વધ્યો ભક્તિનું ભાથું બંધાવા લાગ્યું.

આ ભક્તિનો પ્રભાવ કે કઇ સમજણ આવી હોય તેમ મોટાભાઈ શામજીભાઈ શ્રીલાલ સાથે રહેવા લાગ્યા.ધંધો વધ્યો.

સાંમજીભાઈએ શ્રીલાલ વતી બિહારમાં કતરાસગઢ જઈ દુકાન ખોલી ગોંડલની જવાબદારી શ્રીલાલે સ્વીકારી.

ફરજ પણ જીવનમાં મોટું મહત્વ ધરાવે છે શ્રીલાલના ભાણેજ પુત્ર વાલજી માત્ર એક વર્ષની ઉંમરે તેમના માતાપિતા ગુજરી જતા તેમના કાકાકાકી ના ઘરનો ત્યાગ કરી શ્રીલાલને આશરે આવ્યા.

શ્રીલાલે તેમને દત્તકપુત્ર તરીકે માની લાલનપાલન કરી જાતિ હુન્નર શીખવી

કતરાસગઢ સામજીભાઈ ને ત્યાં મોકલ્યા.ધંધો વધ્યો બરકત વધી અહીં ગોંડલ આશરા નો ધર્મ વધ્યો.

શામજીભાઈ ગોંડલ આવી એકઠી થયેલ મૂડી માંથી મકાન લીધું

આશરાધર્મ ભોજન પાછળનો ખર્ચ રુચિકર ન લાગતા બન્ને ભાઈઓ જુદા થયા. =====================================================================================

(ચરણ - ૧૩)

મોટાભાઈ શામજીભાઈ જુદા થતા શ્રીલાલ પર સંતોની પ્રસાદી હાથે બનાવવી,દુકાન ખોલવી,સવાર સાંજ પુંજા નિત્ય નિયમ પર કરવી મુશ્કેલી વધી પડી.

ગુરુદેવ શ્રી વાલદાસ બાપુને જાણ થતા શ્રીલાલને જણાવ્યું શક્તિ વગર ભક્તિ ન થાય લાલા આશરાનો ધરમ માટે પુનઃ લગ્ન કરી લો.

શ્રીલાલને ગમ્યું નહીં પણ ગુરુકૃપા માથે ચઢાવી.જ્વલબાઈ હારે પુનઃ લગ્ન કર્યા સંસાર ચક્ર ચાલતું થયું પણ બાપ આતો આશરાનો ધરમ ખુબજ દોહ્યલો.

ભરબપોરે કોઈ સંત અતિથિની ટેલ પડી ભોજનની જ્વલબાઈને કીધું પણ આજ્ઞાનો અસ્વીકાર થયો

" આમને આમ દેવા બેસશો તો બાવા થઇ જશો બાવા "

આવા સબ્દો આવ્યા.

શ્રીલાલે બહાર આવી અતિથિ ને શોધ્યા કોઈ જડ્યું નહીં પરત આવી જ્વલબાઈને ઠપકો આપ્યો પણ જ્વલબાઈ એ ક્રોધ ના આવેશમાં ન કહેવાના સબ્દો કહ્યા.

શ્રીલાલથી ન રહેવાયું બહેન કરી સંબોધન કર્યું સ્પષ્ટ જણાવ્યું મારાથી આશરાનો ધર્મ નહીં છોડાય તમને ન ગમે તો પિયર જાવ પાંચ રૂપિયા કાપડાના આપી જરૂર પડે આ ભાઈ પાસે મનગાવી લેજો કહી વિદાય આપી.

મોટાભાઈ શામજીભાઈથી શ્રીલાલનું ભગ્ન હ્રદય ન જોવાયું મકાનનો અડધો ભાગ શ્રીલાલને સુપ્રત કર્યો જ્યાં સાધુ સંતોની સેવા ચાલુ થઇ.

=====================================================================================

(ચરણ - ૧૪)

શ્રીલાલ સંપૂર્ણપણે ત્યાગી થઈને આશરાધર્મ ચલાવતા પ્રભુ સ્મરણમાં લિન હતા

અગાઉ ચરણ ૧૧ માં જણાવ્યું તેમ શ્રીઆબુનાથજી ની ભવિષ્યવાણી સાચી પડી હોય તેમ ગોંડલની સ્મશાન ભૂમિમાં ગિરનારના આલેખ સંત સિદ્ધ પ્રગતપુરીજી નું આગમન થયું સત્સંગ નો સૌ લાભ લે શ્રીલાલ પણ ગયા.

માનવી ગમે તેટલો મહાન હોવા છતાં જો પોતે સેવક ન થતા સિદ્ધ થવાનો ડોળ કરે અને પોતાના અહમને માત્ર પોસે તો તે મહાન સિદ્ધ કે સેવક થવાને લાયક રહેતો નથી.

શ્રીલાલે આવો ડોળ ક્યારેય કર્યો નથી સામાન્ય માનવીની જેમ જીવન જીવતા સંત સમાગમ કરતા બને તેટલી સેવા કરતા.

શ્રી પ્રગટપુરીજી ની શ્રીલાલ તન મન ધન થી સેવા કરતા પ્રેમ જીતી લીધો પોતાના હ્રદય કમળમાં ત્રીજા માન્ય ગુરુ તરીકે સ્થાપિત કરી દીધા ભજનમાં ગવાયું

ત્રીજા ગુરુ મળ્યા પ્રગટ પુરી તુહી નામ અલખનાં એ નૂરી

આપ્યું ગુપ્તજ્ઞાન ધર્યું અંતરથી ધ્યાન.

શ્રીલાલે જીવનની સાંસારિક ગાથા શ્રી પ્રગટપુરીજી ને કીધી શ્રીલાલને ગિરનાર જોગણીયા ડુંગરમાં ઈંટવાની જગ્યા નામે ઓળખાય છે ત્યાં સાથે લઈ ગયા. =====================================================================================

(ચરણ - ૧૫)

શ્રી પ્રગટપુરીજી શ્રીલાલને ગિરનારના જોગણીયા ડુંગરના ઈંટવાની જગ્યામાં પોતાના ગુરુદેવ તુહીરામ બાપુ પાસે લઈ ગયા જેઓ યોગબળ થી અનેક સિદ્ધિઓ મેળવી હતી.પોતાના શરીરનું ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકતા હતા.

પ્રથમતો તુહીરામે શ્રીલાલ સંસારીને લાવવા બદલ ઠપકો આપ્યો પણ પછી જણાવ્યું ગુરુદેવ આપની દયાથી તેમની અપૂર્ણતા દૂર થશે તે આશાએ આપના ચરણોમાં લાવ્યો છું

સંધ્યા ઢળી ગિરનારમાં દેવ આરતીયું થઇ અંધારું ઢળતા જનગલમાં હિંસક જનાવર હોય શ્રીલાલને ઝૂંપડીમાં આરામ કરવાનું જણાવી પોતે ધુણો ધખાવી બહાર બેઠા.

પુસ્તક પ્રમાણે તુહીરામે સુંદરીનું. રૂપ ધારણ કરી ઝૂંપડીમાં શ્રીલાલને મોહપાસમાં લેવાના પ્રયત્નો કર્યા શ્રી લાલે હું તમારો ભાઈ છું. અને તમે મારી માતા છો હું દીકરો છું કહી કરગરયા ને બેભાન થઇ ગયા તુહીરામ પોતાના મૂળ રૂપમાં આવી ધુણા પાસે બેસી ગયા.

શ્રીલાલે જાગ્રત થતા બધી વાત કરી તુહીરામ બોલ્યા

" લાલા યે જનગલ હે યહાં એસા હોવે."

કદાચ શ્રીલાલની પરીક્ષા હશે.

સવારે શ્રીલાલને ફુલ લાવવાનું કહેતા ડાળ પર સર્પે ફુંફાન્ડો માર્યો બાપુ બોલ્યા " લાલા અબભી મોતસે ડરતા હે ? "

બસ પછી શ્રીલાલે ફુલ લાવી પુંજા માટે આપ્યા.

તુહીરામે પ્રગતપુરીને આદેશ આપ્યો શ્રીલાલ યોગી નહીં ભક્ત ઠવાને લાયક છે તેને અહીં ન રાખતા સંસારમાં મોકલો તથા તેને તેજોમય જ્યોતિના દર્શન કરાવવા.

=====================================================================================

(ચરણ - ૧૬)

દિવ્યજ્યોત દર્શન

**************

તુહીરામજીએ પ્રગતપુરીજીને શ્રીલાલને દિવ્યજ્યોતના દર્શન કરાવવાની આજ્ઞા આપી પણ બે દિવશ વીતી ગયા શ્રીલાલની ઈચ્છા તીવ્ર થતા વિનંતી કરી.

પૂજ્ય ગુરુદેવની સંમતિ મળતા શ્રીલાલને તૈયાર કર્યા ધૂણી માંથી એક કંદમૂળ ખાવા જણાવ્યું જેથી બે ચાર દિવશ આહાર અને ઊંઘની તકલીફ ન પડે .

સાંય કાળ શ્રીલાલને ગુપ્તમાર્ગે ભોંયરા વાટે અગમ્ય જગ્યાએ લઈ આવ્યા જ્યાં ચાર યુગના મહાત્માઓ અખંડ ધ્યાન લગાવી સમાધિમાં મસ્ત હતા.

તુહીરામજીએ સાંયકાળે ચાર જુગના યોગીઓની આરતી ઉતારી શંખનાદ કરતા યોગીઓ જાગ્યા.શ્રી લાલે મહાત્માઓને વંદન કરી પ્રદિક્ષણા કરી

તુહીરામજી એ શ્રીલાલને જ્યોતિસ્વરૂપ ના દર્શન કરાવવા વિનંતી કરી.

યોગીઓ એ પાણીની એક અંજલિ